સિદ્ધપુરમાં ગણેશ મહોત્સવની ભક્તિમય ધૂમ: સોસાયટીઓ, શેરી-મહોલ્લા અને પોળોમાં વિધિવત્ ગણપતિ સ્થાપના
પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશ મહોત્સવની ભક્તિમય ધૂમ જોવા મળી હતી. સોમવારે વહેલી સવારથી જ શહેરની સોસાયટીઓ, શેરીઓ, મહોલ્લાઓ, પોળો તેમજ ઘરોમાં વિધિવત્ પૂજા-અર્ચના અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી ગણપતિ દાદાની
સિદ્ધપુરમાં ગણેશ મહોત્સવની ભક્તિમય ધૂમ: સોસાયટીઓ, શેરી-મહોલ્લા અને પોળોમાં વિધિવત્ ગણપતિ સ્થાપના


પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગણેશ મહોત્સવની ભક્તિમય ધૂમ જોવા મળી હતી. સોમવારે વહેલી સવારથી જ શહેરની સોસાયટીઓ, શેરીઓ, મહોલ્લાઓ, પોળો તેમજ ઘરોમાં વિધિવત્ પૂજા-અર્ચના અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી ગણપતિ દાદાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી.

શહેરના બજાર વિસ્તાર અને નેશનલ હાઇવે પર આવેલી દુકાનો તેમજ લારીઓ પર ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. નાના, મધ્યમ અને મોટા કદની વિવિધ મુદ્રાવાળી ઈકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ ખરીદવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગણેશ ચતુર્થી નિમિત્તે શહેરના વિવિધ ગણપતિ મંદિરોમાં હોમ-હવન અને વિશેષ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ભક્તોએ ભગવાન ગણેશની આરાધના કરી સુખ-સમૃદ્ધિ અને વિઘ્નવિનાશની પ્રાર્થના કરી હતી.

શહેરના સિદ્ધેશ્વરી ચોકના રાજાનું ભવ્ય આગમન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સમસ્ત સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા આમલી માતાના ચોક ખાતે છેલ્લા 11 વર્ષથી ગણપતિ દાદાની સ્થાપનાની પરંપરા જળવાઈ રહી છે. આ વર્ષે પણ ભવ્ય સ્વાગત સાથે સ્થાપના કરવામાં આવી હતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સનનગર સોસાયટી, પુષ્પ વાટિકા, ભીલવાસ સહિત શહેરની અનેક સોસાયટીઓ, શેરીઓ, મહોલ્લાઓ અને પોળોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવપૂર્વક ગણપતિ દાદાની સ્થાપના કરી આરતી-પૂજન કરવામાં આવ્યું હતું.

ગણેશજીની મૂર્તિનું વેચાણ કરતા વેપારી પ્રવીણભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ વર્ષે લોકોમાં ઈકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓની માંગ નોંધપાત્ર રીતે વધી છે. રૂ.50થી લઈને રૂ.9 હજાર સુધીની મૂર્તિઓનું વેચાણ થયું હતું અને સીઝનમાં 300થી વધુ મૂર્તિઓ વેચાઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande