
રાજકોટ,15 સપ્ટેમ્બર (હિ.સ.) હવે આજે રાજકોટ કોર્ટને ખાલિસ્તાની ગ્રુપના નામે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેઇલ આજે સવારે 10 વાગ્યની આસપાસ મળ્યો છે. કોર્ટ ઉપરાંત વાડીનાર પોર્ટથી ન્યારા રિફાઇનરી અને સિક્કા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલાની પણ ધમકી અપાઈ છે.
જે અંગે બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા કોર્ટના મેનેજરને તથા પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને જાણ કરી SOG પોલીસ સ્ટાફ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
આજ રોજ રાજકોટ બાર એસોસિએશનના ઈમેલ એડ્રેશ પર સવારે 10 વાગ્યે 3 મિનિટે ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. જેના સબજેકટમાં બૉમ્બ બ્લાસ્ટ @ રાજકોટ ડીસ્ટ્રીક કોર્ટ 3:11 PM લખ્યું હતું. આ પછી મેસેજમાં ગુજરાત બોલેગા ખાલિસ્તાન જિંદાબાદ લખવામાં આવ્યું છે.
જ્યારે આ ધમકીના મેઈલમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના નામનો પણ ઉલ્લેખ કરાયો છે.
આ પછી વાડીનાર પોર્ટથી ન્યારા રિફાઇનરી અને સિક્કા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલાની પણ ધમકી આપવામાં આવી છે.
મહાત્મા મંદિર ખાતે સાંજે 4:11 વાગ્યે IPHONEની બેટરી ઉપયોગ વડે બૉમ્બ બ્લાસ કરવા ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત હિંસદુસ્તાનીઓનો ખાત્મો ખાલીસ્તાનીઓ દ્વારા કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ આ ધમકી ભર્યા ઈમેલમાં કરવામાં આવ્યો છે.
રાજકોટ બાર એસો. પ્રમુખ સુમિત વોરાએ જણાવ્યું કે, આ મેઇલ કોર્ટના ઓફિસિયલ ઈ-મેઈલ એડ્રેસ ઉપરાંત રાજકોટ બાર એસો.ના ઈ-મેઈલ એડ્રેસ ઉપર પણ મળ્યો છે. કોર્ટ અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
મેઈલમાં કેનેડાના ખાલિસ્તાની નેતાઓ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સંગઠનના નેતાઓના નામ પણ લખાયા છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય, વિધાનસભા અને અન્ય સરકારી ભવનોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મોકલનાર બે આરોપીઓને બિહાર અને ઝારખંડથી ઝડપી પાડ્યા બાદ આરોપીઓએ 5 લાખથી વધુ ઈમેલ એડ્રેસ બનાવી વહેંચી દીધા હોવાનો ખુલાસો થતા આ ઈમેલ આઈડી યાદીમાં આજે રાજકોટ કોર્ટને મળેલી ધમકીના ઈમેલ એડ્રેસનો સમાવેશ થાય છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ