બનાસકાંઠા કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખે જાહેર કરેલી નિમણૂકો પ્રદેશ પ્રમુખે રદ કરી
- ગુલાબસિંહે કહ્યું- તમારી લડાઈ અમારી સાથે નહીં ભાજપ સામે હોવી જોઈએ અમદાવાદ,15 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રણદીપ સુરજેવાલા હમણાં જ ગુજરાતની મુલાકાતે આવી ગયા.ભાજપ સરકાર સામે આંદોલનો શરૂ કરવાની મોટી વાત કરી પરંતુ ગુજરાત કોંગ્
Banaskantha Congress.


- ગુલાબસિંહે કહ્યું- તમારી લડાઈ અમારી સાથે નહીં ભાજપ સામે હોવી જોઈએ

અમદાવાદ,15 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રણદીપ સુરજેવાલા હમણાં જ ગુજરાતની મુલાકાતે આવી ગયા.ભાજપ સરકાર સામે આંદોલનો શરૂ કરવાની મોટી વાત કરી પરંતુ ગુજરાત કોંગ્રેસમાં જ ચાલી રહેલી ગુટબાજી અને નેતાઓ વચ્ચે ચાલી રહેલ ગજગ્રાહ સામે કેટલા સફળ થશે તે તો આવનારો સમય જણાવશે.

હમણાં જ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા કોંગ્રેસ સમિતિનું માળખું જાહેર કરતા વિવાદ સર્જાયો છે. ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા કોંગ્રેસ સમિતિના માળખાની યાદી પોતાના સોશિયલ મીડિયા પરથી વાયરલ કરતા કોંગ્રેસમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જિલ્લા પ્રમુખે જાહેર કરેલું નવું માળખું ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તે માળખાને વિખેરી નાખ્યું છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વચ્ચેનો ગજગ્રાહ સપાટી પર આવી ગયો છે. બે દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા કોંગ્રેસ સમિતિનું માળખું જાહેર કર્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના માળખામાં ઉપપ્રમુખ, પ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી, પ્રવક્તા, કાર્યાલય મંત્રી, કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.

અંદાજે 200થી વધુ કાર્યકર્તાઓને અલગ અલગ જવાબદારી જિલ્લા સમિતિમાં સોંપવામાં આવી હતી. જેની સંપૂર્ણ યાદી ગુલાબસિંહ રાજપૂતે પોતાના સોશિયલ મીડિયા પર મૂકી વાયરલ કરી હતી.

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની યાદી જાહેર થતાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે વિશ્વાસમાં લીધા વગર બનાસકાંઠા જિલ્લાનું માળખું જાહેર કર્યું હોવાનો દાવો કરી નિમણૂકો તાત્કાલિક અસરથી રદ કરવા આદેશ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કારોબારીની યાદીને પ્રદેશ સમિતિ તરફથી મંજૂરી ન આપવામાં આવી હોવાનો દાવો કરી ગુલાબસિંહ રાજપૂતે જાહેર કરેલી નિમણૂકો રદ કરી હતી.

જોકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આ જાહેરાતથી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ભારે વિવાદ સમજાયો છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે કટાક્ષ કરતી પોસ્ટ કરી છે. તમારી લડાઈ અમારી સાથે નહીં, પરંતુ લોકોના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને ભાજપની સરકાર સામે હોવી જોઈએ તેવી પોસ્ટ કરી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે કટાક્ષ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande