હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે 'આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો
પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે હોસ્પિટલ વિભાગમાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો હતો. “એક દીવો આશીર્વાદનો – એક સંકલ્પ રાષ્ટ્રસેવાનો” થી
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે  'આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો.


પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે  'આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો.


પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે હોસ્પિટલ વિભાગમાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો હતો.

“એક દીવો આશીર્વાદનો – એક સંકલ્પ રાષ્ટ્રસેવાનો” થીમ પર યોજાયેલા કાર્યક્રમમાં યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓ, એનસીસી-એનએસએસ કેડેટ્સ તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સૌએ દીવા પ્રગટાવી પ્રભુ શ્રીરામની આરતી કરી હતી.

આ પ્રસંગે કુલપતિ પ્રો. કે.સી. પોરીયાએ સ્વામી વિવેકાનંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામનો સંયોગ દર્શાવી યુવાનો જેવી સ્ફૂર્તિ અને ઊર્જા સાથે દેશના વિકાસમાં યોગદાન આપવા અંગે વાત કરી હતી.

કાર્યક્રમમાં રજિસ્ટ્રાર ડૉ. આર.એન. દેસાઈ, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડૉ. કમલ મોઢ, હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડૉ. કે.કે. પટેલ, શારીરિક શિક્ષણ નિયામક ડૉ. ચિરાગભાઈ પટેલ સહિત પ્રાધ્યાપકો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande