


પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વહીવટી તંત્ર અને પાટણ શહેર ભાજપ દ્વારા ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ વિરાસત સ્થળ રાણકીવાવ પરિસરમાં 2 હજાર દીવડા પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાલિકા મંદિર ખાતે આરતી પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સાંસદ બાબુભાઈ દેસાઈ, પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રભારી સત્યન કુલાબકર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ કલેક્ટર પ્રશાંત જીલોવા, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી સહિતના અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
ઉજવણીમાં જિલ્લા અને શહેર ભાજપના પદાધિકારીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીઓ, નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રાણકીવાવ પરિસરમાં દીવડા પ્રગટાવીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાણકીવાવ પરિસર દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ