તાલાલા હોમગાર્ડ યુનિટે નરેન્દ્ર મોદીનો 76 જન્મદિવસ ઉજવ્યો
સોમનાથ,18 સપ્ટેમ્બર (હિ.સ.) તાલાલા હોમગાર્ડ યુનિટ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ વિજય ઠાકર ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ખોડ
તાલાલા હોમગાર્ડ યુનિટે નરેન્દ્રભાઈ મોદીનો ૭૬ જન્મદિવસ ઉજવ્યો


સોમનાથ,18 સપ્ટેમ્બર (હિ.સ.) તાલાલા હોમગાર્ડ યુનિટ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસ ઉજવ્યો હતો.

આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ વિજય ઠાકર ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ખોડીયાર મંદિરના વિશાળ પરિસરમાં પરેડ યોજાઇ હતી ત્યારબાદ હોમગાર્ડ જવાનો એ મોદીના દીર્ઘાયું અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી .

તમામ જવાનોએ વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કર્યુ હતું.તાલાલા યુનિટના ઇન્ચાર્જ ઓફિસર વિજય વાજાએ કાર્યક્રમની તમામ વ્યવસ્થા સંભાળી હતી. જિલ્લાનાંતાલાલા,વેરાવળ,સુત્રાપાડા,કોડીના ર,ઉના અને પ્રભાસ પાટણ હોમગાર્ડ યુનિટમાં સેવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હોવાનું જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ વિજય ઠાકરે જણાવ્યું હતું

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande