સરહદે ઝળહળી ‘આશીર્વાદની રોશની’: 40 હજારથી વધુ દીવડાં પ્રગટાવી, વડાપ્રધાન મોદીને કચ્છના પશુપાલકોની અનોખી શુભેચ્છા
કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છના સરહદી વિસ્તારો સાથે જોડાયેલા પશુપાલક પરિવારો અને દૂધ ઉત્પાદકોએ અનોખી રીતે શુભેચ્છા પાઠવી હતી. સરહદ ડેરીના ઉપક્રમે, સમગ્ર કચ્છમાં 40 હજારથી વધુ ‘આશીર્વાદના દીવા’ પ
સરહદે ઝળહળી આશીર્વાદની રોશની


સરહદે ઝળહળી આશીર્વાદની રોશની


સરહદે ઝળહળી આશીર્વાદની રોશની


સરહદે ઝળહળી આશીર્વાદની રોશની


કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છના સરહદી વિસ્તારો સાથે જોડાયેલા પશુપાલક પરિવારો અને દૂધ ઉત્પાદકોએ અનોખી રીતે શુભેચ્છા પાઠવી હતી. સરહદ ડેરીના ઉપક્રમે, સમગ્ર કચ્છમાં 40 હજારથી વધુ ‘આશીર્વાદના દીવા’ પ્રગટાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરહદ વિસ્તારના પશુપાલકો અને દૂધ ઉત્પાદકો દ્વારા દીવડાં પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ અને દેશની પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

આ વિશેષ આયોજન કચ્છ જિલ્લાની 700થી વધુ દૂધ મંડળીઓ તેમજ સરહદ ડેરીના ચાંદરાણી સ્થિત દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. વિવિધ દૂધ મંડળીઓમાં મોટી સંખ્યામાં પશુપાલક પરિવારો જોડાયા હતા અને પોતાના ગામ તથા દૂધ મંડળીના પરિસરમાં દીવડાં પ્રગટાવી આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

ચાંદરાણી ખાતે આવેલા સરહદ ડેરીના દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટમાં યોજાયેલા, મુખ્ય કાર્યક્રમમાં ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ (રબારી), જિલ્લા રજિસ્ટ્રાર મેઘા અગ્રવાલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ સંગીતાબેન ભારડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સરહદ ડેરી સાથે સંકળાયેલા 1200થી વધુ પરિવારજનોની હાજરી રહી હતી.

ચાંદરાણી પ્લાન્ટ ખાતે જ 4000થી વધુ દીવડાં પ્રગટાવવામાં આવતા સમગ્ર પરિસર પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકો માટે આ કાર્યક્રમ માત્ર જન્મદિવસની શુભેચ્છા પૂરતો સીમિત ન રહેતા સામૂહિક એકતા અને સંકલ્પનું પ્રતીક બન્યો હતો.

કચ્છના સરહદી વિસ્તારોમાં પશુપાલન અને દૂધ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારો, મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આવા પરિવારોને એક મંચ પર લાવી જન્મદિવસની ઉજવણીને લોકભાગીદારી સાથે જોડવાનો પ્રયાસ આ આયોજનમાં જોવા મળ્યો હતો. હજારો દીવડાંની રોશની વચ્ચે પશુપાલક પરિવારો દ્વારા વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande