માધવપુરમાં ગર્ભવતી મહિલાને માર માર્યાની ફરિયાદ.
પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર નજીકના માધવપુર ગામે ગર્ભવતી મહિલાને માર મારવાની ઘટના સામે આવી છે. જેમાં માધવપુરના મચ્છીયારા વાડમાં રહેતી મરીયમબેન અયુબભાઈ લુચાણી (ઉ.વ. 32)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી નાસીર કાદર પટેલિયાએ ત
માધવપુરમાં ગર્ભવતી મહિલાને માર માર્યાની ફરિયાદ.


પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર નજીકના માધવપુર ગામે ગર્ભવતી મહિલાને માર

મારવાની ઘટના સામે આવી છે. જેમાં માધવપુરના મચ્છીયારા વાડમાં રહેતી મરીયમબેન અયુબભાઈ લુચાણી (ઉ.વ. 32)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી નાસીર કાદર પટેલિયાએ તેમની મોટી દીકરી નઝરાનાના બંને કાન અને માથું પકડી તેને

ઊંચી કરી હતી.

દીકરીને છોડાવવા માતા વચ્ચે

પડતાં આરોપીએ તેમની સાથે ઝપાઝપી કરી પટ્ટાથી માર મારી નીચે પછાડી દીધી હતી.

ત્યારબાદ શરીરે ઢીકા પાટુનો માર મારી ગાળો બોલી

માતા તથા તેમની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે માર મારવાના

કારણે મરીયમબેનના ઉદરમાં રહેલા અજાત બાળકનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે પોલીસે

ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande