
પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લના કુતિયણ તાલુકામાં સમયને મસ્તી
કરવાની બાબત પર દંપતી ને મારમર્યા નું સામે આવ્યું છે. કુતિયાણામાં અરજનભાઈના પેટ્રોલપંપ પાસે ચંદુભાઈના ઘર નજીક રહેતા હરેશ મેરામણભાઈ પરમાર પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ હરેશ પરમારે
આરોપી પંકજ નાથા ડાભીના સસરાને
મસ્તી-મસ્તીમાં ‘ટકલો’ કહેતા થયેલા મનદુઃખના કારણે પંકજ ડાભી અને વિજય નાથાભાઈ ડાભીએ હરેશ પરમાર તથા તેમની પત્ની મીરાબેનને ઢીકા પાટુનોમાર માર્યો હતો.
દરમિયાન મીરાબેન વચ્ચે પડતાં આરોપી પંકજે તેમને ધક્કો મારતા ડાબા
પગમાં ફ્રેક્ચરની ઈજા થઈ હતી. બંને આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં
આવ્યો છે. કુતિયાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ
હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya