મહીયારી-અમીપુર રોડ પર યુવકનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ
પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) મહીયારી થી અમીપુર તરફ જતા રસ્તે ગોરસર ગામના વાડી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય હાજાભાઈ કારાભાઈ પરમારને સ્કોર્પિયો કારમાં આવેલા ચાર શખ્સોએ રોકી બળજબરીથી કારમાં બેસાડી સિંગરીયા ગામે પેટ્રોલપંપ પરલઈ
મહીયારી-અમીપુર રોડ પર યુવકનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ


પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) મહીયારી થી

અમીપુર તરફ જતા રસ્તે ગોરસર

ગામના વાડી વિસ્તારમાં રહેતા

27 વર્ષીય હાજાભાઈ કારાભાઈ પરમારને સ્કોર્પિયો કારમાં આવેલા ચાર શખ્સોએ રોકી બળજબરીથી કારમાં બેસાડી સિંગરીયા ગામે પેટ્રોલપંપ પરલઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ આરોપી તરીકે પ્રતાપ ગીગા દાસા, દિલીપ ગગનભાઈ દાસા, રામ ગાંગાભાઈ દાસા અને રામદે અડેદરાના નામ સામે આવ્યાછે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અગાઉ ફરિયાદી આરોપી રામ ગાંગાભાઈ દાસાના પેટ્રોલપંપ પર ફિલર તરીકે નોકરી કરતો હતો. તે દરમિયાન પેટ્રોલ ભરવામાં ગોટાળો કરી રૂ.27 લાખની ઉચાપત કરી હોવાની શંકા રાખવામાં આવી હતી.

આ શંકાના આધારે ચારેય આરોપીઓ કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવી મહીયારી-અમીપુર રોડ પર ફરિયાદીની મોટરસાયકલ સામે કાર ઉભી રાખી હતી. ત્યારબાદ પ્રતાપ દાસા લોખંડનો પાઈપ લઈને નીચે ઉતર્યો અને ફરિયાદીનો કોલર પકડી મોટરસાયકલપરથી નીચે ઉતારી બળજબરી પૂર્વકસ્કોર્પિયો કારમાં બેસાડ્યો હોવાનો આક્ષેપ છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ રસ્તામાં ચારેય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી સિંગરીયા ગામેરામ ગાંગાભાઈ દાસાના પેટ્રોલ પંપ પર લઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં આરોપીઓએ એકબીજાની મદદગારી કરી તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યોછે. ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુત પાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande