સેવા મેરા યોગદાન કાર્યક્રમ અંતર્ગત સિહોર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ભાવનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત સિહોર તાલુકા કક્ષાના મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું. રક્તદાન સાથે અંગદાન અંગે પણ જાગૃતિ ફેલ
રક્તદાન કેમ્પ


ભાવનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત સિહોર તાલુકા કક્ષાના મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું. રક્તદાન સાથે અંગદાન અંગે પણ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કેમ્પ દરમિયાન મેડિકલ ઈ.એમ.ઓ.ની પ્રેરક ઉપસ્થિતિમાં ઉપસ્થિત લોકોએ રક્તદાન અને અંગદાનની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે રક્તદાનને માનવસેવાનું મહત્વપૂર્ણ માધ્યમ ગણાવી જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવામાં રક્તદાતાઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રક્તદાનથી થેલેસેમિયા, અકસ્માત, પ્રસૂતિ દરમિયાન વધુ રક્તસ્રાવ તેમજ વિવિધ તબીબી સારવાર દરમિયાન જરૂરીયાત ધરાવતા દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવામાં મદદ મળે છે. સ્વસ્થ અને પાત્ર વ્યક્તિઓએ નિયમિત અંતરે રક્તદાન કરવા માટે આગળ આવવું જોઈએ તે અંગે પણ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અંગદાન અંગેની પ્રતિજ્ઞા દ્વારા મૃત્યુ બાદ પણ અન્ય વ્યક્તિના જીવનમાં ઉપયોગી બનવાની ભાવના અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. અંગદાનથી જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી શકે છે અને સમાજમાં માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande