12,500 દીવડાઓની મહાઆરતીથી ઝળહળ્યું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર
મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન 12,500 દીવડાઓ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામ
12,500 દીવડાઓની મહાઆરતીથી ઝળહળ્યું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર


મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.)

મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન 12,500 દીવડાઓ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકો આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મહાઆરતી દરમિયાન મંદિર પરિસરમાં

12,500 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. દીવડાઓના પ્રકાશથી સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કરી મહાઆરતીમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં મેયર, કમિશનર, કલેક્ટર, ડેપ્યુટી કમિશનર, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં શહેરના નાગરિકો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધાર્મિક પરંપરા મુજબ દીપ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તોની અવરજવર જોવા મળી હતી અને દીવડાઓના પ્રકાશ વચ્ચે મહાઆરતી યોજાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande