નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેવગઢ બારીયાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે, વિવિધ રમતગમતની સ્પર્ધાઓ નિહાળી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
ગાંધીનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આવેલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈ અહીં યોજાઈ રહેલી વિવિધ રમતગમતની સ્પર્ધાઓ નિહાળી હતી. તેમણે વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહેલા ખેલાડીઓને
દેવગઢ બારીયાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ


દેવગઢ બારીયાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ


દેવગઢ બારીયાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ


ગાંધીનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આવેલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈ અહીં યોજાઈ રહેલી વિવિધ રમતગમતની સ્પર્ધાઓ નિહાળી હતી. તેમણે વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી કુસ્તી, કરાટે, આર્ચરી, રસ્સાખેંચ, દોડ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓનું નાયબ મુખ્યમંત્રીએ, રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે દોડની સ્પર્ધામાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

તેમણે ખેલાડીઓ સાથે સંવાદ કરી રમતગમત ક્ષેત્રે સતત મહેનત, શિસ્ત અને સમર્પણ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી જાળવવાનું માધ્યમ નથી, પરંતુ તે શિસ્ત, આત્મવિશ્વાસ, ટીમ ભાવના અને નેતૃત્વ જેવા ગુણોના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં રહેલી રમતગમતની પ્રતિભાઓને યોગ્ય તક અને સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રીની રમતગમતની સ્પર્ધાઓ દરમિયાન ઉપસ્થિતિથી ખેલાડીઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, રમતગમત ક્ષેત્રના પ્રતિનિધિઓ, કોચ, ખેલાડીઓ તથા મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande