જય અંબેના નાદથી અંબાજી અને ગબ્બર ગૂંજ્યું,બે દિવસમાં સાડા આઠ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં
અંબાજી/અમદાવાદ,22 સપ્ટેમ્બરે (હિ.સ.) મા અંબાના ધામ અંબાજીમાં અંબાજી ખાતે ભાદરવી મેળામાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે. દૂર દૂરથી પદયાત્રીઓ પણ મેળામાં આવી રહ્યા છે. 20 થી 26 સપ્ટેમ્બર સુધીના ભાદરવી પૂનમના મહામેળાનો આજે 22 સપ્ટેમ્બરે ત્રીજો દિવસ
Ambaji and Gabbar echoed with the sound of Jai Ambe, eight and a half lakh devotees had darshan of Maa Amba in two days


અંબાજી/અમદાવાદ,22 સપ્ટેમ્બરે (હિ.સ.) મા અંબાના ધામ અંબાજીમાં અંબાજી ખાતે ભાદરવી મેળામાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે. દૂર દૂરથી પદયાત્રીઓ પણ મેળામાં આવી રહ્યા છે. 20 થી 26 સપ્ટેમ્બર સુધીના ભાદરવી પૂનમના મહામેળાનો આજે 22 સપ્ટેમ્બરે ત્રીજો દિવસ છે. એટલે કે પ્રથમ દિવસે 4.37 લાખ અને બીજા દિવસે 4 લાખથી વધુ ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું છે.

છેલ્લા બે દિવસમાં 8,63,477 ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં છે. હજુ ભાદરવી પૂનમ સુધીમાં હજારો પદયાત્રીઓ અને ભક્તો પહોંચવાના છે.રાજકોટ, અમદાવાદ, મહેસાણા, દાહોદ, સુરત,ઉદયપુર સહિત અનેક વિસ્તારોમાંથી આવેલા સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.

આ વખતે 45 લાખથી વધુ માઈભક્તો ઉમટવાની શક્યતા વચ્ચે બનાસકાંઠા પ્રશાસન અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભીડ નિયંત્રણથી લઈને પરિવહન, સ્વચ્છતા અને સુરક્ષા માટે અગાઉ ક્યારેય નથી કરાઈ તેવી હાઈટેક અને સુગ્રથિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

યાત્રિકોને દર્શન માટે કલાકો સુધી લાઈનમાં ઊભા ન રહેવું પડે તે માટે પ્રથમ વખત દર્શનપથ પર જ 60x80 મીટરનો વિશાળ ‘હોલ્ડિંગ એરિયા’ પણ તૈયાર કરાયો છે. જ્યારે બે દિવસમાં 25 વધુ જગ્યાએ ભક્તોની ભીડ વધતા AIએ પોલીસ કંટ્રોલ રૂમમાં એલર્ટ કર્યાં હતા. ત્યારે તાત્કાલિક જ સંબંધિત સ્થળે પોલીસને જાણ કરી અવ્યવસ્થા થતા રોકવામાં આવી હતી.

કેટલાક સંઘો સાથે બાળકો પણ છે તો મહિલાઓ અને વડીલો પણ ઉત્સાહથી પદયાત્રા કરી રહ્યા છે. રસ્તા પર થાકેલા પગ, હાથમાં ધજા, હોઠ પર ‘જય અંબે’ અને આંખોમાં માતાજીના દર્શનની આતુરતા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande