ગાંધીનગરમાં સહકારી મંડળીઓ તથા સંઘો દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણ કરાયું
ગાંધીનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી અને જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના સંયુક્ત ઉપક્રમે આજરોજ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, ગાંધીનગર તથા જિલ્લ
સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણ કરાયું


સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણ કરાયું


ગાંધીનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી અને જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના સંયુક્ત ઉપક્રમે આજરોજ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, ગાંધીનગર તથા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી ખાતે વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સફાઈ કામગીરીની સાથે કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા 'સ્વચ્છતાથી સમૃદ્ધિ' અને 'સહકારથી સમૃદ્ધિ'ની વિભાવનાને સાર્થક કરી તેને સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતુ કરવામાં આવ્યું હતું.

આ ઝુંબેશમાં સહકારી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ દૂધ સંઘના કર્મચારીઓએ ઉત્સાહભેર સાથે મળીને યોગદાન આપ્યું હતું તેમજ સૌ ઉપસ્થિતો દ્વારા સ્વચ્છતા જાળવણીનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. સમગ્ર ગાંધીનગર જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાનને સહકારી મંડળીઓએ માત્ર કચેરી પૂરતું મર્યાદિત ન રાખતાં સમગ્ર જિલ્લામાં વ્યાપક બનાવ્યું છે.

ગાંધીનગર જિલ્લાની તમામ કૃષિ ધિરાણ મંડળીઓ, દૂધ મંડળીઓ, અર્બન કો-ઓપરેટિવ બેંકો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાતે પણ સફાઈ ઝુંબેશનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સહકારી તંત્ર દ્વારા સહકારની ભાવના સાથે આ સેવા સંકલ્પ અભિયાનને આગળ ધપાવીને સમાજમાં સ્વચ્છતા અને પર્યાવરણ જતનનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande