ભાવનગરની પ્રણવી શાળામાં માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો
ભાવનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા. 23 સપ્ટેમ્બર 2026ના રોજ ભાવનગર ખાતે આવેલી પ્રણવી શાળામાં માર્ગ સલામતી વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો, ટ્રાફિક શિસ્ત તથા રસ્તા પ
માર્ગ સલામતી અંગે સેમિનાર યોજવામાં આવ્યો


ભાવનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા. 23 સપ્ટેમ્બર 2026ના રોજ ભાવનગર ખાતે આવેલી પ્રણવી શાળામાં માર્ગ સલામતી વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો, ટ્રાફિક શિસ્ત તથા રસ્તા પર સાવચેતીપૂર્વક અવરજવર કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સેમિનાર દરમિયાન માર્ગ અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કેટલું મહત્વનું છે તે અંગે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. રસ્તો ક્રોસ કરતી વખતે ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો તેમજ દ્વિચક્રી વાહન પર હેલ્મેટનો ઉપયોગ કરવા સહિતની સલામતીની બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર સારવાર મળી રહે તે માટે સરકારની PM-Rahat યોજના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અકસ્માત બાદ તાત્કાલિક મદદ અને સારવારનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપવામાં આવી હતી.

સેમિનારમાં Rahveer યોજના અંગે પણ માહિતી આપવામાં આવી હતી. માર્ગ અકસ્માતની પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે નાગરિકોની ભૂમિકા શું હોઈ શકે અને અકસ્માતના સમયે માનવતાના ધોરણે મદદ કરવા અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande