ભોજાવદરની સીમમાં જુગાર રમતા 11 ઝડપાયા, મુદ્દામાલ જપ્ત
ભાવનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ઉમરાળા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ભોજાવદર ગામની સીમમાંથી જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાના અને રોકડ રકમ સહિત કુલ રૂ.20,600નો મુદ્દામાલ કબજે
જુગાર ai ફોટો


ભાવનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ઉમરાળા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ભોજાવદર ગામની સીમમાંથી જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાના અને રોકડ રકમ સહિત કુલ રૂ.20,600નો મુદ્દામાલ કબજે કરી ગણનાપાત્ર કેસ નોંધ્યો છે.

ઉમરાળા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ભોજાવદર ગામે કાળુભાર નદીના સામા કાંઠે ‘ખરાબો’ તરીકે ઓળખાતી ખુલ્લી જાહેર જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં 11 ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે પકડેલા ઇસમોમાં પરસોતમભાઇ કાળાભાઇ પરમાર (70), જયપાલસિંહ નીરુભા ગોહિલ (39), મહેશભાઇ ધનજીભાઇ મીઠાપરા (33), નાનજીભાઇ ગોબરભાઇ બગદરીયા (40), રમેશભાઇ મનજીભાઇ ચૌહાણ (52), મનજીભાઇ કાંતીભાઇ નમસા (65), રમેશભાઇ કરશનભાઇ પરમાર (50), સુમીતભાઇ અશોકભાઇ બગદરીયા (24), શંભુભાઇ સામતભાઇ મકવાણા (68), સુરપાલસિંહ નીરુભા ગોહિલ (43) અને મનજીભાઇ બીજલભાઇ પરમાર (68)નો સમાવેશ થાય છે. તમામ ભોજાવદર, તા. ઉમરાળા, જી. ભાવનગરના રહેવાસી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાના તથા રોકડા રૂ.20,600 મળી કુલ રૂ.20,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉમરાળા પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande