મોટી વાવડી પ્રાથમિક શાળામાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ
બોટાદ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મોટી વાવડી પ્રાથમિક શાળા ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો અને વિદ્યાર્થીઓમાં નશાના દુષણ અંગે જ
નશા મુક્ત અંગે સેમિનાર યોજવામાં આવ્યો


બોટાદ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મોટી વાવડી પ્રાથમિક શાળા ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો અને વિદ્યાર્થીઓમાં નશાના દુષણ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ બાળ સુરક્ષા અને બાળ અધિકારો અંગે સમજ કેળવવાનો રહ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. નાની ઉંમરે નશાની લત લાગવાથી વ્યક્તિના આરોગ્ય અને અભ્યાસ પર થતી વિપરીત અસરો અંગે પણ સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા તેમજ પોતાના પરિવાર અને આસપાસના લોકોને પણ નશામુક્તિ અંગે જાગૃત કરવા અપીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળ લગ્નથી બાળકોના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્ય પર થતી અસરો વિશે સમજ આપી બાળ લગ્નને અટકાવવામાં દરેક વ્યક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande