બોટાદ LCBનો જુગારધામ પર દરોડો, 7 શખ્સો ઝડપાયા
બોટાદ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત LCBની ટીમે સમઢિયાળા ગામ નજીક કેનાલના કાંઠે આવેલા ધોળાના તળાવ પાસે ખેતરમાં જુગારધામ પર દરોડો પાડી
જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ


બોટાદ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત LCBની ટીમે સમઢિયાળા ગામ નજીક કેનાલના કાંઠે આવેલા ધોળાના તળાવ પાસે ખેતરમાં જુગારધામ પર દરોડો પાડી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ, LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સમઢિયાળા ગામ નજીક ધોળાના તળાવ પાસે આવેલા ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને જોઈ જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી, પરંતુ ટીમે કાર્યવાહી કરીને સ્થળ પરથી સાત શખ્સોને ઝડપી લીધા હતા.

પોલીસે સ્થળ પરથી ગંજીપાના તેમજ જુગારના વ્યવહારમાં ઉપયોગમાં લેવાતી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન કુલ ₹42,500ની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો પણ પોલીસે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, આરોપીઓ ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. LCB દ્વારા તમામ ઝડપાયેલા શખ્સો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande