ભાવનગરમાં ભીના કચરામાંથી હોમ કમ્પોસ્ટ બનાવવા અંગે રહેવાસીઓને માર્ગદર્શન
ભાવનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : “સ્વચ્છતા હી સેવા ૨૦૨૬”, “સ્વચ્છ ગુજરાત ૧૦૦ દિવસ” તથા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું
કચરા વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી


ભાવનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : “સ્વચ્છતા હી સેવા ૨૦૨૬”, “સ્વચ્છ ગુજરાત ૧૦૦ દિવસ” તથા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ રહેણાંક એકમોની મુલાકાત લઈ ભીના કચરામાંથી ઘરે જ હોમ કમ્પોસ્ટ કેવી રીતે બનાવી શકાય તે અંગે નાગરિકોને સમજણ આપવામાં આવી હતી.

મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા રહેવાસીઓને ઘરેથી નીકળતા ભીના કચરાનું યોગ્ય રીતે વિભાજન કરવા અંગે માહિતી આપવામાં આવી હતી. શાકભાજી અને ફળોના છાલ, વધેલું ભોજન, ચા-કોફીના અવશેષ સહિતના જૈવિક કચરાનો ઉપયોગ કરીને સરળ પદ્ધતિથી ઘરે જ ખાતર બનાવી શકાય છે તે સમજાવવામાં આવ્યું હતું.

હોમ કમ્પોસ્ટિંગ માટે ભીના કચરાને અલગ એકત્ર કરી યોગ્ય કન્ટેનરમાં સૂકા પાંદડા અથવા અન્ય કાર્બનિક સામગ્રી સાથે પ્રક્રિયા કરવાની રીત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દ્વારા ઘરમાં જ કચરાનું પ્રમાણ ઘટાડી શકાય છે અને તૈયાર થયેલા કમ્પોસ્ટનો ઉપયોગ બગીચા, કુંડાં તથા છોડ માટે કુદરતી ખાતર તરીકે કરી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande