તળાજાની શેઠ એન.એમ. મહેતા હાઈસ્કૂલમાં રોડ સેફ્ટી અંગે સેમિનાર યોજાયો
ભાવનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર આરટીઓ વિભાગ દ્વારા તળાજા ખાતે આવેલી શેઠ એન.એમ. મહેતા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે હેતુથી રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિ
ભાવનગર rto દ્વારા કરવામાં આવેલ કામગીરી


ભાવનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર આરટીઓ વિભાગ દ્વારા તળાજા ખાતે આવેલી શેઠ એન.એમ. મહેતા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે હેતુથી રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો, ટ્રાફિકના કાયદા તેમજ વાહન ચલાવતી વખતે રાખવાની જરૂરી સાવચેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગ પર ચાલતી વખતે તથા વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ખાસ કરીને હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ઓવર સ્પીડ ટાળવી, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું તેમજ લાયસન્સ વિના વાહન ન ચલાવવા અંગે માહિતી આપવામાં આવી હતી.

સેમિનારમાં PM-Rahat યોજના તથા Rahveer યોજના અંગે પણ વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અકસ્માતની પરિસ્થિતિમાં મદદ કેવી રીતે મેળવવી, ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર સારવાર સુધી પહોંચાડવાનું મહત્વ અને અકસ્માત સમયે નાગરિકોની જવાબદારી અંગે પણ સમજ આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માતો અટકાવવા માટે માત્ર નિયમો જાણવું પૂરતું નથી, પરંતુ તેનો વ્યવહારમાં પણ અમલ કરવો જરૂરી હોવાનું સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સેમિનારમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને માર્ગ સલામતી અંગે વિવિધ પ્રશ્નો પણ પૂછ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande