પોરબંદરમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે.
પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)રમત – ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, પોરબં
પોરબંદરમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા  સ્પર્ધા યોજાશે.


પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)રમત – ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા

યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, પોરબંદર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું

આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા

સ્પર્ધામાં 14 થી

35

વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનો બન્ને ભાગ લઈ

શકશે જેમાં ભાગ લેનાર ની વય 14 થી 40 વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય 6 થી 10 મિનિટનો રહેશે.

રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા 12 થી 16 રાખી શકાશે અને સાથે સંગીત,ગાયન વગેરે માટે સહાયક ચાર વ્યક્તિ

રાખી શકાશે.

ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તા.30/09/2026 સુધીમાં કચેરીના કામકાજના દિવસો

દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધી સમૃતિ ભવન, કનકાઈ મંદિર પાસે, ચોપાટી રોડ, પોરબંદર ફોન:- 97244 54404, 99041 45408 ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે. સમય

મર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી. એમ

જિલ્લા યુવા વિકાસ અધિકારી પોરબંદરની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande