16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ.
પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)સરસ્વતી તાલુકાના વાગડોદ પંથકમાંથી 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પિતાએ વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમ
16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ.


પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)સરસ્વતી તાલુકાના વાગડોદ પંથકમાંથી 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પિતાએ વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, ડીસા તાલુકાના આસેડા ગામનો અંકિતજી મથુરજી ઠાકોર નામનો યુવક સગીરાને લગ્નની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ આરોપીએ સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

વાગડોદ પીઆઈ અમિત દેસાઈના જણાવ્યા મુજબ, ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સગીરાનું મેડિકલ ચેકઅપ, પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande