પાટણના સિદ્ધિ સરોવર કિનારે આવેલા સંત કહારનાથ ભગવાનની જીવંત સમાધિ ખાતે ભવ્ય લોકમેળો યોજાયો
પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણના સિદ્ધિ સરોવર કિનારે આવેલા સંત કહારનાથ ભગવાનની જીવંત સમાધિ ખાતે ભાદરવા સુદ તેરસે ભવ્ય લોકમેળો યોજાયો હતો. દેવીપૂજક પટણી સમાજના આરાધ્યદેવ સંત કહારનાથ ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. દિવસભર
પાટણના સિદ્ધિ સરોવર કિનારે આવેલા સંત કહારનાથ ભગવાનની જીવંત સમાધિ ખાતે ભવ્ય લોકમેળો યોજાયો.


પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણના સિદ્ધિ સરોવર કિનારે આવેલા સંત કહારનાથ ભગવાનની જીવંત સમાધિ ખાતે ભાદરવા સુદ તેરસે ભવ્ય લોકમેળો યોજાયો હતો. દેવીપૂજક પટણી સમાજના આરાધ્યદેવ સંત કહારનાથ ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. દિવસભર ભજન, ભક્તિ અને ધાર્મિક કાર્યક્રમોથી મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું.

આ પ્રસંગે પાટણ રેલવે સ્ટેશનથી સંત કહારનાથ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ નિજ મંદિર ખાતે પરત ફરી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો અને સમાજના આગેવાનો જોડાયા હતા.

અમદાવાદ ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા છેલ્લા 50 વર્ષથી ચાલી આવતી ભંડારાની પરંપરા પણ જાળવવામાં આવી હતી. ભક્તો માટે આશરે 500 કિલો પુલાવ અને 250 કિલો શીરો તૈયાર કરાયો હતો, જેનો 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદ તરીકે લાભ લીધો હતો.

સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ સંત કહારનાથ ભગવાનની જીવંત સમાધિનો ઇતિહાસ લગભગ 500 વર્ષ જૂનો છે. હાલ મંદિરનું બાંધકામ નાનું હોવાથી મોટી સંખ્યામાં આવતા ભક્તોને મુશ્કેલી પડે છે. સમાધિ સ્થળનો વધુ વિકાસ કરી ભવ્ય મંદિર બનાવવાની સમાજની વર્ષોથી માંગ અને આશા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande