




પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્રમોદીના જાહેર જીવનમાં 25 વર્ષની જનસેવા અને રાષ્ટ્રસેવાની
ઉજવણીના ભાગરૂપે ‘સેવા મેરા યોગદાન’ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પોરબંદર
જિલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર માધવપુર
(ઘેડ) ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું
આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માધવપુર આસપાસના 280 થી વધુ નાગરિકોએ લાભ લીધો હતો.આ આરોગ્ય કેમ્પ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, માધવપુર (ઘેડ) ખાતે નિષ્ણાત તબીબોની
ટીમ દ્વારા ઉપસ્થિત નાગરિકોના બી.પી. (રક્તચાપ), ડાયાબિટીસ (સુગર), બી.એમ.આઈ.
(શરીરના વજનનું પ્રમાણ), લેબોરેટરી તપાસ તેમજ મોઢાને લગતા
રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું.
સ્ત્રીરોગ નિષ્ણાત ડો. મોતીબેન શામળા
દ્વારા પૂર્વ પ્રસૂતિ (ગર્ભાવસ્થા), પ્રસૂતિ (ડિલિવરી), પ્રસૂતિ પછીની સંભાળ અને માસિક
સ્ત્રાવને લગતી સમસ્યાઓની નિદાન કરવામાં આવ્યું હતું.આ સેવા કેમ્પનો માધવપુર (ઘેડ)
તથા આસપાસના વિસ્તારના 280 થી વધુ નાગરિકોને આ વિનામૂલ્યે આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya