
પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર ખાતે ‘આયુષ્માન ભારત ડિજિટલ મિશન
અંતર્ગત આરોગ્ય સેવાઓના ડિજિટાઇઝેશન અને આરોગ્ય ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના
અસરકારક અમલીકરણ અંગે જાગૃતિ અને માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી કરી Joint CEO - (PMJAY-MA) હિતેશ જોશી (G.A.S) સાહેબ તેમજ Joint Director PMJAY-ABDM ડો. સુથાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ
વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપમાં જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીજિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડી.બી મહેતા અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.
ચંદ્રમની પ્રસાદ તેમજ DQMO
ડો જીગ્નેશમોઢવાડીયા,DPC PMJAY પ્રવિણભાઈ મેર,જિલ્લા ગુણવત્તા વ્યવસ્થાપન અધિકારી
સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ, વિવિધ તબીબી એસોસિએશનોના હોદ્દેદારો, પોરબંદરની વિવિધ ખાનગી હોસ્પિટલોના તબીબો તથા ફેસિલિટી ડોક્ટર્સે
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વર્કશોપમાં સહભાગીતા નોંધાવી હતી.
વર્કશોપ દરમિયાન આયુષ્માન ભારત ડિજિટલ મિશનના
હેતુઓ, ડિજિટલ આરોગ્ય સેવાઓનું મહત્વ, ABHA, HPR, HFR, ABDM-endbled HMIS તથા ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ અંગે
માર્ગદર્શન અને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન RPC (ABDM), રાજકોટ ઝોન તથા ABDM ગાંધીનગર ટીમ દ્વારા આપવામાં આવ્યું
હતું.
આવર્કશોપ દરમિયાન આયુષ્માન ભારત ડિજિટલ મિશનના હેતુઓ, ડિજિટલ આરોગ્ય સેવાઓનું મહત્વ તથા
આરોગ્ય ક્ષેત્રે ડિજિટલ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં
આવ્યું હતું. સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓ વચ્ચે સંકલન વધારી નાગરિકોને વધુ
સુલભ, સુવ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય
સેવાઓ પૂરી પાડવાની દિશામાં આ વર્કશોપ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ કાર્યક્રમના સફળ આયોજન અને અમલીકરણમાં સહયોગ
બદલ ABDM અને PMJAY ટીમ, ગાંધીનગર તથા RPC રાજકોટ ઝોનનો PMJAY ટીમ પોરબંદર આરોગ્ય વિભાગ પોરબંદર
વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત આવા પ્રયાસો
ડિજિટલ આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવી નાગરિકોને આધુનિક અને સુલભ આરોગ્ય સેવાઓ
પૂરી પાડવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya