પોરબંદર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગની પાણી ચોરી સામે કાર્યવાહી.
પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર શહેરમાં પાણીના ગેરકાયદેસર ઉપયોગ અને પાણી ચોરીની પ્રવૃત્તિઓ સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના જુબેલી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પાણી મેળવવામાં આવતું હોવાની
પોરબંદર  મહાનગરપાલિકાના  વોટર વર્કસ  વિભાગની  પાણી ચોરી સામે કાર્યવાહી.


પોરબંદર  મહાનગરપાલિકાના  વોટર વર્કસ  વિભાગની  પાણી ચોરી સામે કાર્યવાહી.


પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર શહેરમાં પાણીના ગેરકાયદેસર ઉપયોગ અને

પાણી ચોરીની પ્રવૃત્તિઓ સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

રહી છે. શહેરના જુબેલી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પાણી મેળવવામાં આવતું હોવાની

ફરિયાદના આધારે મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ હાથ

ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીની સૂચનાથી કરવામાં આવેલી તપાસ

દરમિયાન જુબેલી વિસ્તારમાં રહેતા સવિતાબેન દેવશીભાઈ ઓડેદરા દ્વારા કોઈપણ પ્રકારની

મંજૂરી વિના પાણી મેળવવામાં આવતું હોવાની ફરિયાદની ચકાસણી કરવામાં આવી હતી. પ્રાંત

અધિકારીના હુકમના આધારે સ્થળ તપાસ બાદ રહેણાંક મકાન જેવી ઓરડીમાંથી અંદાજે 80 ફૂટ ઊંડા કૂવામાંથી બે મોટર મારફતે

પાણી ખેંચવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. મહાનગરપાલિકાની મંજૂરી વિના પાણી

મેળવવાની કામગીરી સામે વોટર વર્કસ વિભાગ દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી

હતી. તપાસ દરમિયાન કૂવામાંથી બે મોટર દ્વારા પાણી ખેંચવામાં આવતું હોવાનું જણાઈ

આવતા પાણી ચોરી અટકાવવાના ભાગરૂપે બંને મોટર તેમજ સંબંધિત કૂવો સીલ કરવાની

કાર્યવાહી કરવામાં આવી હતી. વોટર વર્કસ વિભાગના અધિકારી નિલેશભાઈ કડછાના જણાવ્યા મુજબ, સ્થળ તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે

પાણી મેળવવામાં આવતું હોવાનું સામે આવતા મહાનગરપાલિકાના નિયમો અનુસાર જરૂરી

કાર્યવાહી કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પાણીનો

ગેરકાયદેસર ઉપયોગ કે ચોરી ન કરવા તેમજ પાણી પુરવઠા સંબંધિત નિયમોનું પાલન કરવા

અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande