સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાવનગરને રૂ.738.09 કરોડના વિકાસકાર્યોની ભેટ
ભાવનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર-જિલ્લાને રૂ.૭૩૮.૦૯ કરોડના ૭૯ વિકાસકાર્યોની ભેટ આ
વિકાસના કામોની ભેટ આપતા મુખ્યમંત્રી


ભાવનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર-જિલ્લાને રૂ.૭૩૮.૦૯ કરોડના ૭૯ વિકાસકાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચે અને નાગરિકોને વધુ સુવિધાઓ મળે તે દિશામાં સરકાર કાર્યરત છે. તેમણે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને વરસાદી પાણીના સંગ્રહ માટે જનભાગીદારી વધારવા અપીલ કરી હતી. ‘કેચ ધ રેઇન’ અને ‘એક પેડ મા કે નામ’ જેવી પહેલોને આગળ વધારવા પણ અનુરોધ કર્યો હતો.

નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે નવી કલેક્ટર કચેરી આધુનિક સુવિધાઓ સાથે નાગરિકોને ઝડપી સેવાઓ પૂરી પાડશે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે ભાવનગર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. SIPPA કેન્દ્ર અને નારી ખાતે STPI માટે જમીન ફાળવણીથી યુવાનો માટે નવી તકો ઊભી થશે તેમ તેમણે જણાવ્યું હતું.

જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ભાવનગરની કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવવા રૂ.૬૫૦ કરોડના બ્રિજ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટથી શહેરના ટ્રાફિકનું ભારણ ઘટશે અને રાજકોટ, સોમનાથ તથા ધોલેરા તરફની અવરજવર સરળ બનશે.

રૂ.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાનગરપાલિકાના રૂ.૬૨૧.૬૩ કરોડના ૩૦, માર્ગ અને મકાન વિભાગના વિવિધ કામો સહિત કુલ ૭૯ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું હતું.

વયોશ્રી યોજનાના લાભાર્થીઓને કિટ, સફાઈ કર્મચારીઓને સન્માન અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande