




પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર ટી.બી. હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ
પોરબંદર અને ઇનર વ્હીલ ક્લબ ઓફ પોરબંદર દ્વારા પ્રોજેક્ટ ‘અક્ષય’ તથા સેવા સંકલ્પ
અભિયાન અંતર્ગત, માનનીય પ્રધાનમંત્રીના 25 વર્ષના સેવાયાત્રા વંદનરૂપે આજે
ટી.બી.ના દર્દીઓને પોષણયુક્ત આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકાર્યનો મુખ્ય ઉદ્દેશ ટી.બી.ના દર્દીઓને
પોષણયુક્ત આહારની સહાય પૂરી પાડી તેમના સ્વાસ્થ્ય અને સારવાર દરમિયાન જરૂરી પોષણ
અંગે સહયોગ આપવાનો હતો.
આ પ્રસંગે પોરબંદર પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ
ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ટી.બી. અધિકારી ડૉ. સીમાબેન
પોપટિયા, અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા.રોટરી ક્લબ ઓફ
પોરબંદર તરફથી પ્રમુખ ધવલભાઈ પરમાર, ચેરમેન નરેન્દ્ર સગઢિયા અને પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર જયેશભાઈ પટાણી ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઇનર વ્હીલ ક્લબ ઓફ પોરબંદરના પ્રમુખ પૂજાબેન બારૈયા, રાધિકાબેન, જિગ્નાબેન માંડવિયા અને વર્ષાબેન
ચંદારાણા ઉપસ્થિત રહી સેવાકાર્યમાં સહભાગી બન્યાં હતાં.
આ પ્રસંગે ટી.બી.ના
દર્દીઓની સંભાળ, પોષણ અને સમાજના સહયોગના મહત્વને ઉજાગર
કરતાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી આ પહેલની નોંધ લેવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya