ભુજથી બિહાર સુધીનો સફર માર્ગ બનશે વધુ સરળ, ગુજરાત સહિત ચાર રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવા
કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજથી બિહાર સુધીનો સફર માર્ગ બનશે વધુ સરળ, ગુજરાત સહિત ચાર રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવા શરૂ.કચ્છ સહિત ગુજરાતના મુસાફરો માટે રેલવે ક્ષેત્રે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા ભુજ અને બરૌની વચ્ચે નવી ત્રિ-
ભુજ રેલવે


કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજથી બિહાર સુધીનો સફર માર્ગ બનશે વધુ સરળ, ગુજરાત સહિત ચાર રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવા શરૂ.કચ્છ સહિત ગુજરાતના મુસાફરો માટે રેલવે ક્ષેત્રે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા ભુજ અને બરૌની વચ્ચે નવી ત્રિ-સાપ્તાહિક અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. લાંબા અંતરની આ ટ્રેન સેવા શરૂ થતાં ગુજરાતથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ આવન-જાવન કરતા મુસાફરોને વધુ સુવિધા મળી શકે છે. નવી ટ્રેન આશરે 2,532 કિલોમીટરનું અંતર કાપશે અને દેશના પશ્ચિમ ભાગને પૂર્વ ભારત સાથે સીધી રેલ કનેક્ટિવિટી આપશે.

પ્રસ્તાવિત સમયપત્રક મુજબ ટ્રેન નંબર 19427 ભુજથી સાંજે 5:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 4:05 કલાકે બરૌની પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 19428 બરૌનીથી રાત્રે 11:55 કલાકે રવાના થઈ બીજા દિવસે બપોરે 1:15 કલાકે ભુજ પહોંચશે. આ સમયસૂચિ લાંબા અંતરના મુસાફરોને રાત્રિ મુસાફરીનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવશે.

ભુજથી બરૌની જતી અમૃત ભારત એક્સપ્રેસ સોમવાર, બુધવાર અને શનિવારે દોડશે. જ્યારે બરૌનીથી ભુજ તરફની સેવા મંગળવાર, ગુરુવાર અને શનિવારે ચલાવવામાં આવશે. આ રીતે બંને દિશામાં અઠવાડિયામાં ત્રણ દિવસ ટ્રેન સેવા ઉપલબ્ધ રહેશે.

ટ્રેનના રૂટમાં અનેક મહત્વપૂર્ણ શહેરો અને રેલવે જંક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમાખિયાળી, અમદાવાદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર અને મથુરા જેવા સ્ટેશનો ઉપરાંત હથરસ, બેરેલી, ઈજ્જતનગર, પીલીભીત, લખીમપુર, ગોંડા, ગોરખપુર, સિયાં, છપરા, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સહિતના સ્થળોએ પણ ટ્રેનનું સ્ટોપેજ રહેશે.

અમૃત ભારત એક્સપ્રેસ શ્રેણીની ટ્રેનોને આધુનિક સુવિધાઓ સાથે લાંબા અંતરની મુસાફરી માટે વિકસાવવામાં આવી રહી છે. ભુજ-બરૌની રૂટ પર આ નવી સેવા શરૂ થવાથી કચ્છના મુસાફરોને બિહાર અને ઉત્તર ભારતના વિવિધ વિસ્તારો સુધી પહોંચવા માટે વધુ એક રેલ વિકલ્પ મળશે. ખાસ કરીને વેપાર, રોજગાર, શિક્ષણ અને પરિવારજનોને મળવા માટે લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે આ સેવા ઉપયોગી બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande