માર્ગ સલામતીથી સાયબર સુરક્ષા સુધી: પૂર્વ કચ્છમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જનજાગૃતિનો વ્યાપ
કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીધામમાં 100 જેટલા બાઈકર્સ સાથે માર્ગ સલામતી રેલી, ભચાઉ અને આડેસરમાં વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓથી બચવાના પાઠ અપાયા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લામાં લોકોમાં સલામત વાહન વ્યવહાર અને સાયબર સુરક્ષા અંગે જા
ગાંધીધામ રોડ સેફ્ટી કાર્યક્રમ યોજાયો


ગાંધીધામ રોડ સેફ્ટી કાર્યક્રમ યોજાયો


ગાંધીધામ રોડ સેફ્ટી કાર્યક્રમ યોજાયો


ગાંધીધામ રોડ સેફ્ટી કાર્યક્રમ યોજાયો


કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીધામમાં 100 જેટલા બાઈકર્સ સાથે માર્ગ સલામતી રેલી, ભચાઉ અને આડેસરમાં વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓથી બચવાના પાઠ અપાયા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લામાં લોકોમાં સલામત વાહન વ્યવહાર અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ અને RTO વિભાગના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી અંગે બાઈક રેલી યોજાઈ હતી, જ્યારે ભચાઉ અને આડેસર ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીધામ ખાતે યોજાયેલી માર્ગ સલામતી બાઈક રેલીને નાયબ પોલીસ અધિકારી ડી.આર. ભાટીયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં પોલીસ વિભાગ ઉપરાંત RTO, BSFના અધિકારી-કર્મચારીઓ તેમજ અન્ય નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હેલ્મેટ પહેરીને આશરે 100 જેટલા બાઈકર્સ સહિત કુલ 150 જેટલા લોકો રેલીમાં જોડાયા હતા.

રેલી દરમિયાન વાહનચાલકોને માર્ગ સલામતીના નિયમો અંગે વિવિધ સંદેશાઓ આપવામાં આવ્યા હતા. દ્વિચક્રી વાહનચાલકોએ હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવો, કારચાલકોએ સીટબેલ્ટ પહેરવો, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો તેમજ ઓવરસ્પીડ અને જોખમી રીતે વાહન ચલાવવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. ટ્રાફિક સિગ્નલનું પાલન અને માર્ગ પર અન્ય વાહનચાલકોની સલામતીનું ધ્યાન રાખવા અંગે પણ જનજાગૃતિ કરવામાં આવી હતી.

આ સાથે ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા વાદીનગર સરકારી શાળા અને આડેસર પોલીસ સ્ટેશન દ્વારા આડેસર આદર્શ કુમાર શાળામાં સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયા હતા. વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓના વિવિધ સ્વરૂપો, મજબૂત પાસવર્ડ, સેકન્ડ લેવલ સિક્યોરિટી, IP એડ્રેસ, મોબાઇલ હેન્ડલિંગ અને AI ટૂલ્સના સુરક્ષિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાયબર છેતરપિંડીનો ભોગ બને ત્યારે ગભરાયા વિના તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવવા તેમજ NCRP પોર્ટલનો ઉપયોગ કરવા અંગે પણ સમજ આપવામાં આવી હતી. ઝીરો FIR સહિત સાયબર ગુનાઓ અટકાવવા માટે સરકાર દ્વારા હાથ ધરાતી કામગીરીની માહિતી પણ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોને આપવામાં આવી હતી.

બંને કાર્યક્રમોમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો સહિત આશરે 250 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ સલામતી અને ડિજિટલ સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ અંગે યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા પૂર્વ કચ્છમાં જવાબદાર નાગરિકતા અને સુરક્ષિત સમાજ માટે જનજાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande