41 વર્ષથી અવિરત રકાબી ચાની સેવા: વર્ષમાં 3 વખત યોજાય છે ITI કેમ્પ, 25 હજાર લીટર દૂધનો વપરાશ
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : અંબાજી પદયાત્રા માર્ગ પર ત્રિશુળિયા ઘાટ ખાતે ITI કેમ્પ દ્વારા 1985થી રકાબી ચાની સેવા કરવામાં આવે છે. છેલ્લા 41 વર્ષથી ચાલી રહેલી આ સેવા ભાદરવી પૂનમ પૂરતી મર્યાદિત નથી. ચૈત્રી પૂનમ, ભાદરવી પૂનમ અને પોષી પૂનમ દરમિયાન પ
41 વર્ષથી અવિરત રકાબી ચાની સેવા, વર્ષમાં 3 વખત યોજાય છે ITI કેમ્પ; 25 હજાર લીટર દૂધનો વપરાશ


41 વર્ષથી અવિરત રકાબી ચાની સેવા, વર્ષમાં 3 વખત યોજાય છે ITI કેમ્પ; 25 હજાર લીટર દૂધનો વપરાશ


41 વર્ષથી અવિરત રકાબી ચાની સેવા, વર્ષમાં 3 વખત યોજાય છે ITI કેમ્પ; 25 હજાર લીટર દૂધનો વપરાશ


41 વર્ષથી અવિરત રકાબી ચાની સેવા, વર્ષમાં 3 વખત યોજાય છે ITI કેમ્પ; 25 હજાર લીટર દૂધનો વપરાશ


મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : અંબાજી પદયાત્રા માર્ગ પર ત્રિશુળિયા ઘાટ ખાતે ITI કેમ્પ દ્વારા 1985થી રકાબી ચાની સેવા કરવામાં આવે છે. છેલ્લા 41 વર્ષથી ચાલી રહેલી આ સેવા ભાદરવી પૂનમ પૂરતી મર્યાદિત નથી. ચૈત્રી પૂનમ, ભાદરવી પૂનમ અને પોષી પૂનમ દરમિયાન પણ આ જ કેમ્પ ઊભો કરી પદયાત્રીઓને ગરમ ચા પીરસવામાં આવે છે.

ચૈત્રી પૂનમ દરમિયાન અગિયારસથી પૂનમ સુધી, ભાદરવી પૂનમ દરમિયાન સાતમથી પૂનમ સુધી અને પોષી પૂનમમાં તેરસની રાતથી ચાની સેવા શરૂ કરવામાં આવે છે. ત્રણેય પ્રસંગ દરમિયાન મળીને આશરે 24થી 25 હજાર લીટર દૂધનો વપરાશ થાય છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ માટે ચા તૈયાર કરવા દૂધ, ચા અને ખાંડ સહિતની સામગ્રી અગાઉથી મંગાવવામાં આવે છે.

આ સેવા માટે ગુજરાતભરમાંથી ITI સ્ટાફ તથા તેમના મિત્રમંડળના આશરે 300 સભ્યો જોડાય છે. સ્વયંસેવકો ચા બનાવવાથી લઈને પદયાત્રીઓને પીરસવા અને કેમ્પની અન્ય વ્યવસ્થા સંભાળે છે.

કેમ્પની વિશેષતા એ છે કે ચા કપમાં નહીં પરંતુ રકાબીમાં પીરસવામાં આવે છે. લાંબી પદયાત્રા બાદ ત્રિશુળિયા ઘાટ પહોંચતા માઈભક્તો માટે ગરમ ચાની રકાબી થાકમાં રાહત આપતી બને છે. સેવકોના જણાવ્યા મુજબ, પદયાત્રીઓને આ ચા માં અંબાના પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

1985માં શરૂ થયેલી આ સેવા પરંપરાને 41 વર્ષ પૂર્ણ થયા છે. ત્રણ અલગ-અલગ પર્વ દરમિયાન એક જ કેમ્પ દ્વારા હજારો પદયાત્રીઓને ચા પીરસવામાં આવે છે અને આશરે 25 હજાર લીટર દૂધનો વપરાશ થાય છે. ITI સ્ટાફ અને મિત્રમંડળના સ્વયંસેવકોના સહયોગથી આ સેવા પરંપરા આજે પણ અવિરત ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande