રૂ.5 કરોડના વીમા કવચ સાથે નારાયણપુરા મિત્ર મંડળનો સેવા કેમ્પ, 28 વર્ષથી પદયાત્રીઓની સેવા
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : અંબાજી ભાદરવી પૂનમના મેળા તરફ પગપાળા જતા પદયાત્રીઓ માટે વિસનગર-ઉમતા રોડ પર અમદાવાદના નારાયણપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 28 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગાંઠિયા-ભજીયાથી શરૂ થયેલી સેવા હવે મહાપ્રસાદ અને
₹5 કરોડના વીમા કવચ સાથે નારાયણપુરા મિત્ર મંડળનો સેવા કેમ્પ, 28 વર્ષથી પદયાત્રીઓની સેવા


₹5 કરોડના વીમા કવચ સાથે નારાયણપુરા મિત્ર મંડળનો સેવા કેમ્પ, 28 વર્ષથી પદયાત્રીઓની સેવા


₹5 કરોડના વીમા કવચ સાથે નારાયણપુરા મિત્ર મંડળનો સેવા કેમ્પ, 28 વર્ષથી પદયાત્રીઓની સેવા


₹5 કરોડના વીમા કવચ સાથે નારાયણપુરા મિત્ર મંડળનો સેવા કેમ્પ, 28 વર્ષથી પદયાત્રીઓની સેવા


મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : અંબાજી ભાદરવી પૂનમના મેળા તરફ પગપાળા જતા પદયાત્રીઓ માટે વિસનગર-ઉમતા રોડ પર અમદાવાદના નારાયણપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 28 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગાંઠિયા-ભજીયાથી શરૂ થયેલી સેવા હવે મહાપ્રસાદ અને ફૂલવડીની પ્રસાદી સુધી પહોંચી છે. દર વર્ષે આશરે 11થી 12 હજાર કિલો મહાપ્રસાદ તૈયાર કરી પદયાત્રીઓને આપવામાં આવે છે.

મંડળના ઈશ્વરભાઈ પટેલના જણાવ્યા મુજબ, શરૂઆતમાં 100થી 150 લોકો સેવા સાથે જોડાતા હતા, જ્યારે હાલ આશરે 400 સ્વયંસેવકો વારાફરતી સેવા આપે છે. કેમ્પમાં આશરે 400 લોકો માટે આરામ અને સૂવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ઠંડા RO પાણી માટે મિનરલ વોટર પ્લાન્ટ અને આશરે 12 વોટર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વચ્છતા માટે દિવસમાં બે વખત સફાઈ કરવામાં આવે છે.

પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેમ્પમાં ફાયર સેફ્ટી અને CCTVની વ્યવસ્થા કરવામાં આવી છે.

મંડળના સભ્ય પ્રતાપભાઈના જણાવ્યા મુજબ, છેલ્લા 12 વર્ષથી વીમો લેવામાં આવે છે અને આ વર્ષે ₹5 કરોડનું પબ્લિક લાયબિલિટી ઈન્સ્યોરન્સ કવચ લેવામાં આવ્યું છે. આ માટે GST સહિત આશરે ₹11,800નું પ્રીમિયમ ચૂકવાયું છે. કેમ્પની તૈયારીઓ અગાઉથી શરૂ કરી જરૂરી વહીવટી મંજૂરીઓ મેળવી લેવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande