
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત શહેરમાં ચાલી રહેલી સ્વચ્છતા કામગીરીનું રાત્રિના સમયે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી કમિશનર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સફાઈ કામગીરીનું સ્થળ પર મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.
રાત્રિ દરમિયાન સફાઈ કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થા, કચરાના નિકાલ સહિતની કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દિવસ દરમિયાન ચાલતી સફાઈ કામગીરી ઉપરાંત રાત્રિના સમયે પણ કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. સ્વચ્છતા વ્યવસ્થા વધુ અસરકારક બને અને શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત સફાઈ જળવાઈ રહે તે માટે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR