સ્વચ્છ મહેસાણા માટે નાગરિકોએ સંકલ્પ લીધો, કચરાના ચાર પ્રકારના વર્ગીકરણ અંગે જાગૃતિ
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અભિયાન દરમિયાન નાગરિકોને સંકલ્પ પત્ર આપવામાં આવ્યા હતા અન
સ્વચ્છ મહેસાણા માટે નાગરિકોએ સંકલ્પ લીધો, કચરાના ચાર પ્રકારના વર્ગીકરણ અંગે જાગૃતિ


મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અભિયાન દરમિયાન નાગરિકોને સંકલ્પ પત્ર આપવામાં આવ્યા હતા અને સ્વચ્છતા જાળવવા તેમજ કચરાના ચાર પ્રકારનું યોગ્ય વર્ગીકરણ કરવા અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન નાગરિકોને ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા સાથે કચરાને અલગ-અલગ પ્રકાર મુજબ છૂટો પાડીને તેનો યોગ્ય નિકાલ કરવા અંગે સમજ આપવામાં આવી હતી. નાગરિકોએ સંકલ્પ પત્ર પર સહી કરીને સ્વચ્છ મહેસાણા માટે પોતાની સહભાગિતા નોંધાવી હતી.

મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત નાગરિકોની ભાગીદારી વધારવા માટે વિવિધ વિસ્તારોમાં આવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. કચરાનું સ્ત્રોત પર જ વર્ગીકરણ થાય અને શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે નાગરિકોને નિયમિત રીતે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande