મહેસાણા મહાનગરપાલિકા દ્વારા, બારમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા બારમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મેયર સોનલબેન વિષ્ણુભા
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા બારમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન


મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા બારમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મેયર સોનલબેન વિષ્ણુભાઈ ઓઝા, કમિશનર શાલિની દુહાન, ડે. કમિશનર એ. બી. મંડોરી, ડેપ્યુટી મેયર રમેશભાઈ રાજપૂત, દંડક અનિલભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ, નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ, સેવાઓ તથા જરૂરી પ્રક્રિયાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ અરજદારોને જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોએ વિવિધ સેવાઓ અંગે માહિતી મેળવી હતી અને સંબંધિત કામગીરી માટે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. મહાનગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકોને સરકારી સેવાઓનો લાભ લેવા માટે જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande