
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત વિડિયો કોન્ફરન્સ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન તેમજ વિવિધ કામગીરીની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થા, કચરા વ્યવસ્થાપન અને અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અધિકારીઓને ચાલી રહેલી કામગીરીને વધુ અસરકારક બનાવવા તેમજ નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનના નિર્ધારિત લક્ષ્યાંકો સમયસર પૂર્ણ થાય અને શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કામગીરીનું સતત મોનીટરીંગ કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR