
પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરમા માનસિક બીમારીનો લાભ લઈ યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદના પગલે કીર્તિમંદિર પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર યુવતી માનસિક બીમારીથી પીડાતી હોવા છતાં આરોપી અવારનવાર તેના
ઘરે જઈ તેની સાથે શરીર સંબંધ બાંધી ગુનો કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચના અને કીર્તિમંદિર પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સસ્ટાફે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં હિતેશ પ્રભુદાસ જોષીને ઝડપી લીધો હતો.
આરોપી પોરબંદરમાં ભીડભંજન મહાદેવ મંદિર નજીક બ્રાન્ચ સ્કૂલ સામે રહેતો હોવાનું પોલીસની નોંધમાં જણાવાયું છે. આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી બાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya