માંડવી તાલુકાના દઢવાડા ગામે ધારાસભ્ય કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં યોજાયો ‘સેવા સેતુ’ કાર્યક્રમ: 900થી વધુ લોકો લાભાન્વિત
સુરત, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પારદર્શક પ્રશાસન અને જનસેવાના અભિગમ સાથે સુરત જિલ્લાના માંડવી તાલુકાના દઢવાડા ગામે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૯૦૦થી વધુ ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો ઘર
'Seva Setu' program held


સુરત, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પારદર્શક પ્રશાસન અને જનસેવાના અભિગમ સાથે સુરત જિલ્લાના માંડવી તાલુકાના દઢવાડા ગામે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૯૦૦થી વધુ ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો ઘર આંગણે જ લાભ પૂરો પાડવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મિલકત આકારણીના ઉતારાના 217, હેલ્થ વેલનેસ કાર્ડના 149, પી.એમ. સૂર્ય ઘર: મફત વીજળી યોજનાના 110, આધાર કાર્ડમાં સુધારાના 97, જન્મ-મરણના પ્રમાણપત્રના 89, પશુઓની ગાયનેકોલોજીકલ સારવારના 38, પી.એમ.જે.મા કાર્ડના 38, નમો યોજનાના 36, સાતબાર/આઠ-અના પ્રમાણપત્રોના 29, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં ઈ-કેવાયસીના 17, લગ્ન નોંધણી પ્રમાણપત્રના 17, રાશન કાર્ડમાં નામ દાખલ કરવાના 16, જાતિ પ્રમાણપત્રના 11, આધાર નોંધણી (18 વર્ષથી ઓછી વયજૂથ માટે) ના 11, આવકના દાખલાના 10, સહિત વિવિધ યોજનાઓની કુલ 913 અરજીઓનો 100% હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે માંડવી તા.પં.પ્રમુખ શારદાબેન કે. વસાવા, તા.પં.ઉપપ્રમુખ રિતેશભાઈ ચૌધરી, તા.પંચાયત સદસ્ય કમલેશભાઈ ચૌધરી, માજી ઉપપ્રમુખ આતિશભાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande