

પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામની પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. આ પ્રસંગે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને રોજિંદા જીવન સાથે જોડાયેલી સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો હતો. કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેથી લોકોને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ખાવાની જરૂર ન પડે.
કાર્યક્રમ દરમિયાન સરકારી દાખલાઓ સહિતની અરજીઓ, રોજિંદા પ્રશ્નો અને રજૂઆતોનો સ્થળ પર જ ઉકેલ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી, મામલતદાર, સરપંચ સહિત વિષ્ણુભાઈ પટેલ, મુકેશભાઈ ચૌધરી, જશુભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, મનીષભાઈ પ્રજાપતિ, અશોકભાઈ પટેલ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ