માધવપુર હાઈવે પર રોંગ સાઈડથી આવેલી કારે બાઈકને અડફેટે લીધી
પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરના મૂળ માધવપુર ગામે હરજીભાઈના સર્વિસ સ્ટેશન સામે નેશનલ હાઈવે પર રોંગ સાઈડથી આવેલી ફોરવ્હીલ કારે બાઈકને અડફેટેલેતા 67 વર્ષીય વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે માધવપુર પોલીસે કારચાલક સામે ગુનો
માધવપુર હાઈવે પર રોંગ સાઈડથી આવેલી કારે બાઈકને અડફેટે લીધી


પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરના

મૂળ માધવપુર ગામે હરજીભાઈના સર્વિસ સ્ટેશન સામે નેશનલ હાઈવે પર રોંગ સાઈડથી આવેલી ફોરવ્હીલ કારે બાઈકને અડફેટેલેતા 67 વર્ષીય વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે માધવપુર પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, મહમદખા અમનખા બેલીમ પોતાની મોટરસાયકલ નંબર GJ-11-AA-2473 લઈને ગુંદાળી સીમ શાળાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન 22 સપ્ટેમ્બરના રોજ સવારે સાડા દસ વાગ્યાના અરસામાં હરજીભાઈના સર્વિસ સ્ટેશન સામે નેશનલ હાઈવે પર પહોંચતા પોરબંદર તરફ થી રોંગ સાઈડમાં આવતી ફોરવ્હીલ કાર નંબર GJ-10-EC0909ના ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. અકસ્મતમાં બાઈકચાલક રસ્તા પર પટકાતા તેમને ઈજા થઈ હતી. ઉપરાંત માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે માધવપુર પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande