ધારપુર મેડિકલ કોલેજ ખાતે આગ જેવી આકસ્મિક આપત્તિ સમયે વિવિધ વિભાગોની સજ્જતા ચકાસવા મોકડ્રિલ યોજાઈ
પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ સ્થિત ધારપુર મેડિકલ કોલેજ ખાતે આગ જેવી આકસ્મિક આપત્તિ સમયે વિવિધ વિભાગોની સજ્જતા ચકાસવા મોકડ્રિલ યોજાઈ હતી. ડિઝાસ્ટર મામલતદાર કચેરી, પાટણ અને SDRF મડાણા ટીમ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી આ મોકડ્રિલમાં બચાવ અને રાહત
ધારપુર મેડિકલ કોલેજ ખાતે આગ જેવી આકસ્મિક આપત્તિ સમયે વિવિધ વિભાગોની સજ્જતા ચકાસવા મોકડ્રિલ યોજાઈ.


ધારપુર મેડિકલ કોલેજ ખાતે આગ જેવી આકસ્મિક આપત્તિ સમયે વિવિધ વિભાગોની સજ્જતા ચકાસવા મોકડ્રિલ યોજાઈ.


ધારપુર મેડિકલ કોલેજ ખાતે આગ જેવી આકસ્મિક આપત્તિ સમયે વિવિધ વિભાગોની સજ્જતા ચકાસવા મોકડ્રિલ યોજાઈ.


પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ સ્થિત ધારપુર મેડિકલ કોલેજ ખાતે આગ જેવી આકસ્મિક આપત્તિ સમયે વિવિધ વિભાગોની સજ્જતા ચકાસવા મોકડ્રિલ યોજાઈ હતી. ડિઝાસ્ટર મામલતદાર કચેરી, પાટણ અને SDRF મડાણા ટીમ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી આ મોકડ્રિલમાં બચાવ અને રાહત કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

મોકડ્રિલ દરમિયાન મેડિકલ કોલેજના ચોથા માળે આગ લાગી હોવાની કૃત્રિમ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. આગની જાણ થતાં જ બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇમારતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

SDRF અને ફાયર વિભાગની ટીમોએ સંયુક્ત રીતે રેસ્ક્યુ કામગીરી કરી હતી. બચાવ બાદ અસરગ્રસ્તોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવાની પ્રક્રિયાનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. ફાયર, આરોગ્ય, પોલીસ વિભાગ તેમજ મેડિકલ કોલેજના સ્ટાફે મોકડ્રિલમાં સક્રિય ભાગ લીધો હતો.

મોકડ્રિલનો મુખ્ય હેતુ આપત્તિના સમયે ઝડપી પ્રતિસાદ, વિભાગો વચ્ચેનું સંકલન અને જાનમાલનું નુકસાન અટકાવવાની સજ્જતા ચકાસવાનો હતો. આવી કવાયતથી કટોકટી સમયે બચાવ અને રાહત કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરી શકાય તે માટેની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande