સેવા સેતુ, સ્વચ્છતા હિ સેવા અને સેવા સંકલ્પ અભિયાન અંગે સમીક્ષા બેઠક યોજાઈ.
પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના પ્રભારી તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, પોરબંદર ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે સેવા સેતુ, સ્વચ્છત
સેવા સેતુ, સ્વચ્છતા હિ સેવા અને  સેવા  સંકલ્પ  અભિયાન  અંગે  સમીક્ષા  બેઠક  યોજાઈ.


સેવા સેતુ, સ્વચ્છતા હિ સેવા અને  સેવા  સંકલ્પ  અભિયાન  અંગે  સમીક્ષા  બેઠક  યોજાઈ.


સેવા સેતુ, સ્વચ્છતા હિ સેવા અને  સેવા  સંકલ્પ  અભિયાન  અંગે  સમીક્ષા  બેઠક  યોજાઈ.


પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના પ્રભારી તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ

વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી

બાવળિયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, પોરબંદર ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે સેવા સેતુ, સ્વચ્છતા હિ સેવા અને સેવા સંકલ્પ

અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન સેવા સેતુ અંતર્ગત નાગરિકોને

વિવિધ સરકારી સેવાઓનો સરળતાથી લાભ મળી રહે તે માટે હાથ ધરવામાં આવનાર કામગીરી, સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત

સ્વચ્છતા પ્રવૃત્તિઓ તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની

કામગીરી અંગે મંત્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

મંત્રીએ તમામ કાર્યક્રમોમાં જનભાગીદારી

સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું. મંત્રીએ તમામ

કામગીરીનું સુચારુ આયોજન કરી અભિયાનોનો અસરકારક અમલ થાય અને વધુમાં વધુ નાગરિકોને

તેનો લાભ મળે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં મેયર સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર એસ.ડી.

ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર ટી. સી.

તીરથાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande