સૂત્રાપાડા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો ઉત્સાહભેર પ્રારંભ
ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : સુત્રાપાડા ખાતે ડૉ. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલના રમતગમત મેદાનમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો ઉત્સાહભેર પ્રારંભ થયો. આ પ્રસંગે સુત્રાપાડાના વતની તથા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ અને તાલાલાના ધા
સૂત્રાપાડા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ


ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : સુત્રાપાડા ખાતે ડૉ. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલના રમતગમત મેદાનમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો ઉત્સાહભેર પ્રારંભ થયો. આ પ્રસંગે સુત્રાપાડાના વતની તથા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ અવસરે તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ તથા સભ્યઓ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તથા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાલુકા કક્ષાએ વિજેતા બનેલી તમામ ટીમો અને ખેલાડીઓને જિલ્લા તથા રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સુત્રાપાડા તાલુકા અને પોતાના ગામનું નામ ગૌરવપૂર્વક રોશન કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ આપવામા આવી હતી. રમતગમતથી યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને ટીમ ભાવનાનો વિકાસ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande