
ગીર સોમનાથ 26 સપ્ટેમ્બર (હિ.સ.) સ્વામિનારાયણ ગુરુકુળ તમામ શૈક્ષણિક વિભાગ સોમનાથ તથા વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત સરસ્વતી વિદ્યાલય સોમનાથ ખાતે અખિલ ભારતીય વિદ્યાભારતી આયોજિત વંદેમાતરમ્ રાષ્ટ્રગીત 150 વર્ષ નિમિત્તે એક સમય એક સ્વર એક લય નમામિ ભારતમ કાર્યક્રમ નું સફળતાપૂર્વક પૂર્ણ વંદેમાતરમ્ સામૂહિક ગાયન કરવામાં આવેલ. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ ના મુન્નાભાઈ, ખેરભાઈ, પરમારભાઈ પુંજાભાઈ તથા તમામ શિક્ષક ગણ વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ બિપીનભાઇ હરિયાણી ધર્મ યાત્રા સંઘ ના કેન્દ્રીય અધિકારી અજીતભાઈ વશિષ્ઠ તથા સરસ્વતી વિદ્યાલય ના તમામ આચર્યો પ્રધાનાચર્ય ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ માં ધોરણ 5થી B ed ના તમામ વિદ્યાર્થીઓ બંને સંસ્થા ના ઉપસ્થિત રહ્યાં કુલ સંખ્યા 550 હતી
અને આયોજન મુજબ 11 વાગ્યે સમૂહ વંદેમાતરમ્ ગાયન કરવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ