નગરસેવક ની સ્વખર્ચે ફોગિંગ કામગીરી: મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સરકારી શાળા બાદ રહેણાંક વિસ્તારોમાં પણ દવાનો છંટકાવ
ગીર સોમનાથ 26 સપ્ટેમ્બર (હિ.સ.) વેરાવળ-પાટણ જોડિયા શહેરના વોર્ડ નંબર 2માં મચ્છરોનો ઉપદ્રવ વધતા નગરસેવક લક્ષ્મણભાઈ સોલંકી દ્વારા સ્વખર્ચે ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોના જનઆરોગ્યને ધ્યાનમાં રાખીને નગરસેવકે પોતાના ખર્ચે ફોગિંગ મશીન
નગરસેવક ની સ્વખર્ચે ફોગિંગ


ગીર સોમનાથ 26 સપ્ટેમ્બર (હિ.સ.) વેરાવળ-પાટણ જોડિયા શહેરના વોર્ડ નંબર 2માં મચ્છરોનો ઉપદ્રવ વધતા નગરસેવક લક્ષ્મણભાઈ સોલંકી દ્વારા સ્વખર્ચે ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોના જનઆરોગ્યને ધ્યાનમાં રાખીને નગરસેવકે પોતાના ખર્ચે ફોગિંગ મશીન અને જરૂરી દવાઓની વ્યવસ્થા કરી કાર્યકર મિત્રો સાથે વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે સરકારી પ્રાથમિક શાળામાં પણ ફોગિંગ કરાયુંવોર્ડમાં મચ્છરોના ઉપદ્રવ અંગે ફરિયાદો વચ્ચે થોડા દિવસ અગાઉ સરકારી પ્રાથમિક શાળામાં પણ ફોગિંગ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગોથી સુરક્ષિત રાખવાના હેતુથી શાળા પરિસરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે વોર્ડના રહેણાંક વિસ્તારોમાં પણ ફોગિંગ કામગીરી કરવામાં આવી રહી છેવોર્ડના અલગ-અલગ વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવની શક્યતા હોય તેવા સ્થળોએ ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. રહેણાંક વિસ્તારો ઉપરાંત શાળા આસપાસના વિસ્તારોમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જરૂરિયાત મુજબ અન્ય વિસ્તારોમાં પણ કામગીરી ચાલુ રાખવામાં આવશે.પાલિકા તંત્રને રજૂઆત બાદ સ્વખર્ચે કામગીરીનો નિર્ણય નગરસેવક લક્ષ્મણભાઈ સોલંકીના જણાવ્યા મુજબ, વોર્ડનો મોટાભાગનો વિસ્તાર પછાત વિસ્તાર તરીકે આવે છે. મચ્છરજન્ય રોગોથી નાગરિકોને રાહત મળે અને આરોગ્યલક્ષી સમસ્યાઓ ન સર્જાય તે માટે પાલિકા તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. યોગ્ય સહકાર ન મળતાં તેમણે પોતાના ખર્ચે ફોગિંગ મશીન અને દવાઓ ખરીદીને કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande