પોરબંદરમાં મંત્રી બાવળિયાના અધ્યક્ષસ્થાને કુતિયાણા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંગે બેઠક.
પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના પ્રભારી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને કુતિયાણા તાલુકા પંચાયત કચેરી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્થાનિક આગ
પોરબંદરમાં  મંત્રી  બાવળિયાના  અધ્યક્ષસ્થાને   કુતિયાણા  ખાતે  સેવા  સંકલ્પ  અભિયાન  અંગે  બેઠક.


પોરબંદરમાં  મંત્રી  બાવળિયાના  અધ્યક્ષસ્થાને   કુતિયાણા  ખાતે  સેવા  સંકલ્પ  અભિયાન  અંગે  બેઠક.


પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના પ્રભારી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને ગ્રામ વિકાસ

વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને કુતિયાણા તાલુકા પંચાયત

કચેરી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત હાથ

ધરાનાર વિવિધ સેવાકીય અને લોકકલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં

આવી હતી. ઉપરાંત સ્થાનિક સ્તરે લોકોના પ્રશ્નો, જરૂરિયાતો તથા વિકાસલક્ષી બાબતો અંગે આગેવાનો સાથે સંવાદ કરી તેમના

સૂચનો મેળવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રીએ વરસાદની અછતની પરિસ્થિતિમાં

સરકાર લોકોની સાથે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે રાહત દરે ઘાસચારા

વિતરણ સહિતની વ્યવસ્થાઓ અંગે જાણકારી આપી હતી. તેમણે સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી

યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે જનજાગૃતિ કેળવવા પણ અનુરોધ

કર્યો હતો.

મંત્રીએ સેવા સંકલ્પ અભિયાનને જનભાગીદારી સાથે

વધુ વ્યાપક અને અસરકારક બનાવવા સૌને સહભાગી થવા અપીલ કરી હતી.બેઠકમાં પૂર્વ જિલ્લા

પંચાયત પ્રમુખ રમેશભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande