

પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર
જિલ્લાના પ્રભારી મંત્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ રાણાવાવ તાલુકા પંચાયત કચેરીની
મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રીએ સંબંધિત અધિકારીઓ
પાસેથી તાલુકામાં આવેલા ડેમોમાં પાણીની સ્થિતિ, ઘાસચારા વિતરણની વ્યવસ્થા, રોજગારલક્ષી કામગીરી સહિત વિવિધ મહત્ત્વના વિષયો અંગે વિગતવાર માહિતી
મેળવી હતી. તેમજ સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી
પહોંચે અને લોકોને સરકારી સેવાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી
માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ તકે રાણાવાવના મામલતદાર હર્ષદ પરમાર, તાલુકા વિકાસ અધિકારી હિતેશ
પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય ભદુભાઈ ગુરગુટિયા,અગ્રણી વીરા.ડી મકવાણા સહિત
સ્થાનિક આગેવાનો, સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya