




પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના પ્રભારી તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ
વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી
બાવળિયાનાની ઉપસ્થિતિમાં પોરબંદર ચોપાટી ખાતે સેવા મારું યોગદાન અભિયાન અંતર્ગત
સ્વચ્છતા ઝુંબેશ કરવામાં આવી હતી. મંત્રીએ સ્વયં સફાઈ અભિયાનમાં જોડાઈ સફાઈ કરી
સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે મેયર સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર ટી. સી.
તીરથાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, મામલતદાર ભરત સંચાણીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, શહેર ભાજપ પ્રમુખ લકિરાજસિંહ વાળા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને શહેરના અગ્રણીઓ
સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
સ્વચ્છતા અભિયાન દરમિયાન ચોપાટી પરિસરની સફાઈ
કરી નાગરિકોને સ્વચ્છતા જાળવવા તેમજ સ્વચ્છ અને સુંદર પોરબંદરના નિર્માણમાં સહભાગી
બનવા અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya