પ્રભારી મંત્રી   કુંવરજી બાવળિયાએ રાણાવાવ સરકારી વિનયન કોલેજની મુલાકાત લીધી.
પોરબંદર , 26 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના પ્રભારી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આજરોજ રાણાવાવ સરકારી વિનયન કોલેજની મુલાકાત લીધી હતી. મંત્રીએ સમગ્ર કોલેજ પરિસરની મુલ
પ્રભારી  મંત્રી   કુંવરજી  બાવળિયાએ  રાણાવાવ સરકારી  વિનયન કોલેજની   મુલાકાત  લીધી.


પ્રભારી  મંત્રી   કુંવરજી  બાવળિયાએ  રાણાવાવ સરકારી  વિનયન કોલેજની   મુલાકાત  લીધી.


પ્રભારી  મંત્રી   કુંવરજી  બાવળિયાએ  રાણાવાવ સરકારી  વિનયન કોલેજની   મુલાકાત  લીધી.


પોરબંદર , 26 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના પ્રભારી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને ગ્રામ

વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આજરોજ રાણાવાવ સરકારી વિનયન

કોલેજની મુલાકાત લીધી હતી.

મંત્રીએ સમગ્ર કોલેજ પરિસરની મુલાકાત લઈ

વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓનું

નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સુધારા-વધારા અંગે સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા

હતા.

ત્યારબાદ મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે

સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાહન વ્યવહારની સુવિધા, શિક્ષણની ગુણવત્તા, કોલેજમાં ઉપલબ્ધ સુવિધાઓ અને

સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ કોલેજકાળ દરમિયાન જ

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દેવી જોઈએ, જેથી સ્નાતક થતાની સાથે જ પરીક્ષા પાસ કરીને તરત જ રોજગારી મેળવી

શકાય તેવું આયોજન કરવું. રાજ્ય સરકાર યુવાનોને કૌશલ્ય સભર અને રોજગારલક્ષી શિક્ષણ

મળી રહે તે માટે કટિબદ્ધ છે.

આ પ્રસંગે કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકગણ, વિદ્યાર્થીઓ તથા વહીવટી સ્ટાફ ઉપસ્થિત

રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande